Gujarat Vidhyasahayak Bharti 2024 : જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Table of Contents
Gujarat Vidhyasahayak Bharti 2024
જાહેરાત ક્રમાંક | વિભાગ | માધ્યમ | કુલ અંદાજિત જગ્યા |
03/2024 | ધોરણ 1 થી 5 | ગુજરાતી માધ્યમ | 5000 |
04/2024 | ધોરણ 6 થી 8 | ગુજરાતી માધ્યમ | 7000 |
05/2024 | ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 | ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ | 1852 |
Vidhyasahayak Bharti 2024 Last Date
શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવા, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
- ભસ્તી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
- શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્થોદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
Vidhyasahayak Bharti 2024 Notification
Also Read : Vahli Dikri Yojana Gujarat : વ્હાલી દીકરી યોજનામાં મળશે રૂ.110000 ની સહાય