Dr Ambedkar Awas Yojana Gujarat : ડોક્ટર આંબેડકર આવાસ યોજના ગુજરાત સરકારની મોટી જાહેરાત સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી.
Table of Contents
સહાયનું ધોરણ
- અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો હેતુ છે.
- જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.
- તે પૈકી પ્રથમ હપ્તો – ₹.૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે),
- બીજો હપ્તો–₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને
- ત્રીજો હપ્તો – ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે.
Dr Ambedkar Awas Yojana Gujarat Eligibility Criteria
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
- મકાનની સહાયની રકમ ₹.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.૧૨,૦૦૦ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
Dr Ambedkar Awas Yojana Gujarat Document List
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
આ પણ વાંચો : Sant Surdas Yojana : ગુજરાત સરકાર દિવ્યાંગ વ્યક્તિને આપશે માસિક રુ.600/- પેન્શન
How to Apply Form Dr Ambedkar Awas Yojana Gujarat
- ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
- Click on Please Register Here link to register on e-samajkalyan Portal.
- સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.
- રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
- જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
- જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
- નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
- લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.
Dr Ambedkar Awas Yojana Gujarat Status Check
- Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
- Thus, Click to your Application Status Butten
- Enter your Application number and date of Birth
- Last Check Application Status Butten and See your Application Status.
Important Links
Official Website | Click Here |
How Apply Online Official Tutorial Video | Click Here |
Apply Online | Click Here |
Check Application Status | Click Here |
Director Scheduled Cast Welfare Official details | Click Here |
આ પણ વાંચો : Divyang Lagna Sahay Yojana : ગુજરાત સરકાર દિવ્યાંગ વ્યક્તિને લગ્ન સહાય માટે આપશે રૂ.50000 થી 100000